રાજ્ય સરકારે ક્રિસમસની ઉજવણીને લઈ SOP બહાર પાડી

admin
1 Min Read

કોરોના વાયરસના નવા જોખમને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર સતત સુરક્ષાના પગલા ભરી રહી છે. કોરોના સંક્રમણના સંદર્ભમાં રાજ્યમાં ૨૦૨૦ના લગભગ તમામ તહેવારો સાદગીથી ઉજવાયા હતા. એ જ પ્રમાણે ક્રિસમસની ઉજવણી તેમજ અન્ય તહેવારો પણ સાદગીથી કરવાની અપીલ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

આ અંગે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર એસઓપી પણ જાહેર કરવામાં આવી છે. જે મુજબ, પ્રાર્થના સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો હાજર રહી શકશે. તેમજ સભા, પ્રાર્થના, રેલી કે શોભાયાત્રા કાઢી શકાશે નહિ. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો ઉપયોગ ફરજિયાત બનાવાયો છે.

આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે આગામી સમયમાં નાતાલ અને નવા વર્ષના તહેવારો આવી રહ્યા છે ત્યારે આ તહેવારો દરમ્યાન પણ સંક્રમણનું પ્રમાણ વધે નહી તે માટે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલ SOPનું રાજ્યમાં ચુસ્તપણે અમલ કરાશે. તેમજ જે કોઈ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરશે તેની સામે દંડનાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. તો બીજીબાજુ નવા વર્ષની ઉજવણી પ્રસંગે અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ અંગે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પણ બહાર પાડવામાં આવ્યુ છે.

Share This Article