આ મંદિરમાં વર્ષો જૂના વડના ઝાડના થડમાં દેખાયા હનુમાનજી….દર્શન માટે ઉમટી પડી ભક્તોની ભીડ

admin
1 Min Read

ગુજરાતમાં આમ તો સારંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિરનું અનેરુ મહત્વ છે અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે. ત્યારે રાજ્યના અન્ય ભાગોમાં આવેલ નાના મોટા હનુમાનજી અને રામજીના મંદિરોમાં પણ ભક્તોનો ખૂબ જમાવડો થતો હોય છે.

ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં આવેલ હનુમાનજીના મંદિરમાં ભક્તોનો ધસારો એકદમ વધ્યો છે. આ પાછળનું કારણ એ છે કે મંદિરની પાછળ આવેલ વડના ઝાડના થડમાં હનુમાનજીની આબેહૂબ આકૃતિ અચાનક દેખાવા લાગી છે.  જેથી દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા.

મળતી માહિતી મુજબ, વઢવાણમાં અનેક હનુમાન મંદિર છે. તેમાં અતિ પ્રાચીન હનુંનામ ડેરી ખાંડી પોળ વિસ્તારમાં 100 વર્ષ જૂની છે. અનેક ભક્તોનું આસ્થાનું ધામ છે. અહીં આશરે 90 વર્ષથી વડનું ઝાડ ડેરીની પાછળ ઊંભું છે. જેના થડમાં અચાનક રામ ભક્ત હનુમાનજીની આબેહૂબ આકૃતિ દેખાઈ હતી. જેના પગલે ભક્તોમાં અચરજ ફેલાયું હતું. જ્યારે દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકો દાદાનો ચમત્કાર થયો હોવાનું માની રહ્યા છે. સ્થાનિક લોકો દાદાના દર્શન કરવા માટે દોડી આવ્યા હતા. જુના વડના ઝાડમાં કુદરતી ઉભરી આવેલી હનુમાન જીની મૂર્તિના દર્શન કરવા ભક્તોની ભીડ જામી છે..

Share This Article