CBSE બોર્ડ પરીક્ષાને લઈ મહત્વના અહેવાલ

admin
1 Min Read

સીબીએસઈના વિદ્યાર્થીઓઓ લાંબા સમયથી બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર થવાની રાહ જોઈ રહ્યાં છે. હવે વિદ્યાર્થીઓની આતુરતાનો જલદી અંત આવવાનો છે. આવતીકાલ એટલે કે 31 ડિસેમ્બરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક સીબીએસઈ 10માં અને 12માં બોર્ડની પરીક્ષાની તારીખોની જાહેરાત કરશે.

તેમણે આ અંગે એક ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, પરીક્ષાનુ ઓનલાઇન આયોજન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, ઓનલાઇન પરીક્ષાઓ ન યોજવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેવામાં ઓફલાઇન પરીક્ષાઓ કઈ રીતે લેવાશે અને તેની તારીખ શું હશે તેની જાહેરાત આવતીકાલે થઈ શકે છે.

શિક્ષણમંત્રીએ કહ્યું કે, સામાન્ય રીતે પરીક્ષાનું આયોજન કરવાનું વિચાર થઈ રહ્યો છે. શિક્ષણમંત્રીએ આ પહેલા કહ્યું હતું કે, સીબીએસઈ ધોરણ-10 અને 12માંના વિદ્યાર્થીઓએ પરીક્ષાની તારીખોને લઈ ચિંતિત થવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, સીબીએસઈ પરીક્ષાઓ શરૂ થવાના ઘણા સમય પહેલા ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવશે.

Share This Article