પ્રજાસત્તાક દિવસ પર કોરોનાની અસર, આ વખતે આવી રહેશે વ્યવસ્થા….

admin
1 Min Read

પ્રજાસત્તાક દિવસની પરેડ દેશ-વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે છે, પરંતુ આ વખતે 26મી જાન્યુઆરીની પરેડ કોરોના મહામારીની અસર હેઠળ અલગ રહેશે. દિલ્હીના રાજપથ પર નીકળતી શાનદાર પરેડ માટે કેન્દ્ર સરકારે ગાઇડલાઇન જારી કરી છે એના પાલન માટે સખત પગલા લેવાની તાકીદ કરેલ છે.  

કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની પરેડ મુદ્દે જારી કરેલી ગાઇડલાઇન મુજબ પરેડના અંતરને અડધાથી ઓછુ કરી દેવામાં આવ્યું છે. જેમાં પરેડ વિજય ચૌકથી શરુ થઇને નેશનલ સ્ટેડિયમ પર ખતમ થઇ જશે. આ પહેલા પરેડ લાલ કિલ્લા સુધી પહોંચતી હતી. એટલે કે વિજય ચોકથી લાલ કિલ્લાનું અંતર 8.2 કિમી છે, પરંતુ આ વખતે કોરોના મહામારીને લીધે પરેડ માત્ર 3.3 કિમીમાં જ સમાપ્ત થશે.

આ વખતે કોરોનાના કારણે પરેડ જોવાની તક પણ ઓછા લોકોને મળશે. જ્યાં દર વર્ષે રિપબ્લિક ડે પરેજને જોવા માટે 1 લાખ 15 હજાર લોકો હાજર રહેતા હતા તો આ વખતે માત્ર 25 હજાર લોકો હાજર રહેશે. દર વખતે 32000 ટિકિટ વેચવામાં આવતી હતી, તો આ વખતે ટિકિટ ખરીદીને 7500 લોક સામેલ થઈ શકશે. આ સિવાય શાળાના બાળકો, દિવ્યાંગો અને 50 દિવ્યાંગ વયક્સોની બેઠક વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવી ગાઇડલાઇન મુજબ પરેડમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સામેલ નહીં કરવામાં આવે. આ સાથે કોરોના ગાઇડલાઇનના તમામ નિયમોનું પાલન ફરજીયાત પણે કરાશે.

Share This Article