Jio ગ્રાહકોને મળી નવા વર્ષની ભેટ….કંપનીએ કરી મોટી જાહેરાત

admin
1 Min Read

દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની રિલાયન્સ જીઓએ પોતાના યુઝર્સને નવા વર્ષની મોટી ભેટ આપી છે. જે અંતર્ગત ડોમેસ્ટિક કોલ્સ માટે ઈન્ટરકનેક્ટ યુસેઝ ચાર્જ (આઈયુસી) વ્યવસ્થા ખત્મ કરવાની સાથે રિલાયન્સ જિયોએ કહ્યું કે ભારતમાં તેના નેટવર્કથી અન્ય નેટવર્કો પર તમામ કોલ્સ એક જાન્યુઆરી 2021થી મફત રહેશે.

ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ Jioએ કહ્યું છે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ આપેલ સૂચના અનુસાર 1 જાન્યુઆરી 2021થી IUC ચાર્જીસ કાઢી નાખવામાં આવશે. આનો સીધો અર્થ એ થાય છે કે IUC ચાર્જ કાઢી નાખવાથી Jio ફરી એક વખત ડોમેસ્ટિક કોલ્સની સેવા બિલકુલ મફત આપશે.

કંપનીએ પોતે આ નિવેદનને કન્ફર્મ કર્યું છે. Jioએ કહ્યું છે કે તેઓ એક ડિજિટલ સોસાયટી બનાવવા માંગે છે જ્યાં તમામ સેવાઓ સારી ઇન્ટરનેટ સ્પીડ સાથે ઇન્ટરકનેક્ટેડ હોય. તેઓ ગ્રાહકોને ટેક્નોલોજી ઇનોવેશન વડે સારામાં સારી સર્વિસ આપવા માંગે છે. મહત્વનું છે કે, ઓક્ટોબર મહિનામાં Jioએ 22 લાખ નવા યુઝર્સ ઉમેર્યા હતા. આ સાથે Jioના કુલ યુઝર્સ 40 કરોડથી વધુ છે. વાયર લાઈન સેગ્મેન્ટમાં પણ Jio 2 લાખ 45 હજાર સબસ્ક્રાઈબર્સ સાથે ટોચના સ્થાને છે. બીજા ક્રમે ભારતી એરટેલના 48,397 ફિક્સ્ડ લાઈન કનેક્શન છે.

Share This Article