પેરીસમાં મોદીનું ભારતીય સમુદાયનું સંબોધન

admin
2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 દિવસના ફ્રાંસ પ્રવાસ દરમિયાન આજે ભારતીય સમુદાયને સંબોધન કર્યુ હતું. જે દરમિયાન મોદી-મોદી અને ભારત માતા કી જયના નારાથી હોલ ગુંજી ઉઠ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે 75 દિવસમાં અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. પેરિસમાં મોદીએ કહ્યું કે અમે દેશની ઘણા કુ રીવાજોને રેડ કાર્ડ આપ્યું છે. ભ્રષ્ટાચાર પર કાર્યવાહી થઇ રહી છે. અમે એ જગ્યાએ જઈએ છીએ જ્યાં યોગ્ય જગ્યા હોય છે. પીએમ મોદીએ કહ્યું કે નવા ભારતમાં ભ્રષ્ટાચાર, ભાઇ-ભતીજાવાદ, પરિવારવાદ પર એક્શ લેવાઇ રહી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકારે ત્રણ તલાકને ખતમ કર્યો. નવા ભારતમાં રોકાવાનો સવાલ નથી. અમારી સરકારને હજુ 75 દિવસ જ થયા છે. મુસ્લિમ બહેન અને દિકરીઓ સાથે પહેલા દેશમાં ત્રણ તલાક જેવી કુપ્રથા હતી. પરંતુ આ કુપ્રથા ખતમ કરી દેવાઈ અને મહિલાઓને સમાનતાનો હક આપ્યો.  પોતાની વિદેશ યાત્રા પહેલા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ પ્રવાસથી ભારતના 3 રાષ્ટ્રો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. મહત્વનું છ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે ફ્રાન્સમાં રહેતા ભારતીય સમુદાયના લોકો હાથમાં ત્રિરંગો લઇને પહોંચ્યા હતા. . અહીં એમનું સ્વાગત કરાયું હતું. ભારતીયોને સંબોધિત કરતા પહેલા પીએમ મોદી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના વડાપ્રધાન એડવર્ડ ફિલિપ સાથે મુલાકાત કરી. બંને દેશોના નેતાઓ વચ્ચે ઘણા મુદ્દાઓ પર વાતચીત થઇ હતી.

Share This Article