અમદાવાદીઓ સાવધાન : કોરોનાના નવા સ્ટ્રેનના ચાર કેસ અમદાવાદમાં આવતા ખળભળાટ

admin
1 Min Read

કોરોના વાયરસનો કહેર હાલ વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે બ્રિટનમાં આવેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેને બ્રિટનની સાથે સાથે અન્ય દેશોની પણ ચિંતા વધારી દીધી છે.  ધીરે ધીરે આ વાયરસે ભારતમાં પગપેસારો કરી દીધો છે. દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના અત્યાર સુધીમાં અનેક કેસ સામે આવી ચૂક્યા છે.

આ બધા વચ્ચે હવે અમદાવાદમાં પણ બ્રિટનના નવા સ્ટ્રેનની એન્ટ્રીના સમાચાર સામે આવી રહ્યાં છે. લંડનથી અમદાવાદ આવેલા અને કોરોના પોઝિટિવ દર્દીઓમાં લંડન સ્ટ્રેન જોવા મળ્યો છે.

હાલ આ ચારેવ દર્દીઓને શહેરની એસવીપી હૉસ્પિટલમાં રાખવામાં આવ્યાં છે. 23 તારીખે 175 મુસાફરો લંડનથી અમદાવાદ આવ્યાં હતા. અન્ય 6 દર્દીઓનાં આ ટેસ્ટનો રિપોર્ટ પુણે લોબોરેટરીથી આવવાનાં બાકી છે. તે બાદ જ પિસ્થિતિ વધારે સ્પષ્ટ બનશે કે તેઓ પણ આ નવા સ્ટ્રેનથી સંક્રમિત છે કે નહીં.

Share This Article