જો વેક્સિનની આડઅસર થશે તો મળશે વળતર : AIIMS ડાયરેક્ટરની જાહેરાત

admin
1 Min Read

ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા-DCGI દ્વારા દેશમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટની વેક્સીન કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સીનને ઇમરજન્સીની સ્થિતિમાં ઉપયોગ માટે મંજૂરી આપ્યા બાદ વેક્સીનની ગુણવત્તાને લઇને રાજકીય વિવાદ પેદા થયો છે. જે મુદ્દે હવે AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

AIIMS ડાયરેક્ટરે સ્પષ્ટતા સાથે એલાન કર્યું હતું કે, જે કોવેક્સીન લગાવ્યા પછી વયક્તિમાં સાઇડ ઇફેક્ટ જોવા મળશે તો તેને વળતર ચૂકવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન પણ આ નિયમ લાગુ કરાયો હતો.

મળતી માહિતી મુજબ, ભારતમાં બે રસીઓના ઈમરજન્સી વપરાશને મંજૂરી અપાયા પછી વેક્સિન અંગે સવાલો ઊભા થતાં એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે,કોવેક્સિન અપાયા પછી કોઈ વ્યક્તિમાં તેની આડ અસર દેખાશે તો તેને વળતર અપાશે. ડૉ. ગુલેરિયાએ ઉમેર્યું કે બ્રિટનના નવા સ્ટ્રેનના ગંભીર પરિણામ હોય છે તો કોવેક્સિનનો માત્ર બેકઅપની જેમ ઉપયોગ કરાશે. બીજીબાજુ આ પહેલા ડીજીસીઆઈ ડૉ. વી.જી. સોમાણીએ વેક્સિનની ગુણવત્તા અંગે જણાવ્યું હતું કે, કોરોનાની બંને રસીને 110 ટકા સલામત છે.
Share This Article