દેશને બે મેડ ઇન ઈન્ડિયા કોરોના વેક્સીન મળી : વડાપ્રધાન મોદી

admin
1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે નવું વર્ષ દેશ માટે નવી ઉપલબ્ધિ લઈને આવ્યું છે. નવા વર્ષ પર દેશને બે મેડ ઇન ઈન્ડિયા કોરોના વેક્સીન મળી છે અને તેના માટે વૈજ્ઞાનિકો અભિનંદનને પાત્ર છે.

વડાપ્રધાને કહ્યું કે, દેશને પોતાના વૈજ્ઞાનિકો પર ગર્વ છે અને તેમનું યોગદાન હંમેશા યાદ રખાશે. પીએમ મોદીએ પ્રોડ્ક્ટ્સની ક્વોલિટી અંગે વાત કરતા કહ્યું કે આપણા દેશમાં સર્વિસિઝની ક્વોલિટી હોય કે પછી સરકારી સેક્ટર કે પ્રાઈવેટ સેક્ટર પ્રોડક્ટની ક્વોલિટી હોય આપણી ક્વોલિટી સ્ટાન્ડર્ડ એ નક્કી કરશે કે દુનિયામાં ભારત અને ભારતની પ્રોડક્ટ્સની તાકાત કેટલી વધે.

PM મોદીએ કહ્યું કે, નેશનલ અટોમિક ટાઇમસ્કેલના માધ્યમથી ભારત હવે સેકન્ડનો અબજમો હિસ્સો માપવામાં સક્ષમ છે. આ ઉપરાંત આત્મનિર્ભર ભારત પર વાત કરતા તેમણે જણાવ્યું કે, દેશ 2022માં પોતાની સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા કરી રહ્યો છે. 2047માં આપણી આઝાદીના 100 વર્ષ પૂરા થશે. આપણે આત્મનિર્ભર ભારતના નવા સંકલ્પોને ધ્યાનમાં રાખીને, નવા માપદંડો, નવા સ્ટાન્ડર્ડ્સ, અને નવા બેન્ચમાર્ક્સને સેટ કરવાની દિશામાં આગળ વધવાનું છે.

Share This Article