શું ચીની સરકારે અલીબાબાના ફાઉન્ડર જેક માને કરી દીધા ગાયબ?

admin
1 Min Read

ચીનના અરબપતિ અને દુનિયાના ત્રીજા સૌથી ધનાઢ્ય અલીબાબાના ફાઉન્ડર જેક મા છેલ્લા બે મહિનાથી ગાયબ છે. ઓક્ટોબર મહિનામાં તેમણે ચીની સરકારની ટીકા કરી હતી, ત્યાર પછી તેઓ ક્યાંય દેખાયા નથી.  જેક મા પોતાના જ રિયાલિટી શૉના ફાઈનલ એપિસોડમાં આવવાના હતા, પરંતુ તેમા ઉપસ્થિત નહતા થઈ શક્યા.

પરંતુ નવેમ્બરમાં ટેલિકાસ્ટ એપિસોડમાં તેમની જગ્યાએ અલીબાબાના એક્ઝિક્યૂટિવે હાજરી આપી હતી. શોની વેબસાઇટ પર જજની પેનલમાંથી પણ જેક માની તસવીર હટાવી લેવામાં આવી હતી. જેક માએ 24 ઓક્ટોબરે શાંઘાઈમાં એક સ્પીચ આપી હતી. જેનો ખૂબ જ વિવાદ થયો હતો. જેમાં જેક માએ ચીનની રેગ્યુલેશન સિસ્ટમનો વિરોધ કર્યો હતો.

તેમણે સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, ચીનની રેગ્યુલેશન સિસ્ટમના કારણે નવી શોધ નથી થઈ રહી. આપણે ભાવી પેઢી અને યુવાઓ માટે એક નવી સિસ્ટમ તૈયાર કરવી પડશે. ત્યારે જેક મા છેલ્લા બે મહિનાથી ગાયબ છે અને હવે આ રિયાલિટી શોમાંથી પણ જેક મા ગાયબ થવાના ન્યૂઝ આવ્યા છે. દરમિયાન જેક મા બે મહિનાથી ક્યાંય દેખાયા નથી. જેને લઈ ચીની સરકાર પર પણ સવાલ ઉઠવા લાગ્યા છે.

Share This Article