નવું સંસદ ભવન બનાવવાનો રસ્તો સાફ

admin
1 Min Read

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટાને લીલી ઝંડી આપી દીધી છે. કોર્ટે પ્રોજેક્ટ એરિયામાં સ્મોગ ટાવર લગાવવા માટે કહ્યું છે. કેન્દ્ર સરકારના આ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે પર્યાવરણ કમિટીના રિપોર્ટને પણ નિયમોને અનુરુપ માન્યું છે. કોર્ટે લેંડ યૂઝ ચેંજ કરવાના આરોપના કારણે સેંટ્રલ વિસ્ટાની માન્યતા પર સવાલ ઉભો કરનાર અરજીને હાલમાં પેન્ડિંગ રાખી છે. આ મુદ્દા પર જસ્ટિસ એએમ ખાનવિલ્કર, દિનેશ માહેશ્વરી અને સંજીવ ખન્નાની ત્રણ જ્જની બેંચ દ્વાાર મંગળવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અમે સેન્ટ્રલ વિસ્ટા પરિયોજનાને મંજૂરી આપતા સમયે પર્યાવરણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી ભલામણને યથાવત રાખીએ છીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નિર્માણ કાર્ય શરુ કરતા પહેલા હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની મંજૂરી આવશ્યક છે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બરના રોજ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. કરોડોના ખર્ચે નિર્માણ પામનાર નવા સંસદ પરિસરમાં 876 સીટોવાળી લોકસભા, 400 સીટોવાળી રાજ્યસભા અને 1224 સીટોવાળો સેન્ટ્રલ હોલ બનાવવામાં આવશે. સેન્ટ્રલ વિસ્ટામાં એકબીજા સાથે જોડાયેલી 10 ઈમારતોમાં 51 મંત્રાલયો બનાવવામાં આવશે

Share This Article