Accept કરો નહી તો Whatsapp એકાઉન્ટ ડીલીટ થઈ જશે

admin
1 Min Read

હાલ કરોડો લોકો માટે એકબીજા સાથે કનેક્ટ થવાનું સૌથી સારુ સાધન બની ગયુ હોય એવુ વોટ્સઅપને લઈ નવા અહેવાલ સામે આવ્યા છે.

ત્યારે WhatsApp એ પોતાની ટર્મ અને પ્રાઇવસી પોલિસી અપડેટ કરી છે અને ભારતીય યૂઝર્સને ધીમે ધીમે હવે તેના નોટિફિકેશન આપવાનુ ચાલુ કર્યુ છે, WhatsApp એ નવી પોલિસીને એક્સેપ્ટ કરવાને લઇને યૂઝર્સને 8 ફેબ્રુઆરી 2021 સુધીનો સમય આપ્યો છે, ત્યા સુધીમાં પોલિસીને એક્સેપ્ટ કરવી પડશે અથવા તો એકાઉન્ટ ડિલીટ કરવુ પડશે.

આપને જણાવી દઈએ કે,  લોકો પાસે પોલિસીને એક્સેપ્ટ કરવા સિવાય કોઇ ઓપ્શન નહી હોય પરંતુ અહી એક Not Now નું ઓપ્શન પણ જોવા મળે છે, એનો મતલબ એ છે કે થોડા સમય સુધી તમે પોલિસીને એક્સેપ્ટ કર્યા વગર WhatsApp ચલાવી શકશો.

Share This Article