રાજ્યમાં સ્કૂલો ખોલવાને લઈ સરકારે જાહેર કરી માર્ગદર્શિકા

admin
1 Min Read

બે દિવસ પહેલા શિક્ષણ મંત્રીએ રાજ્યમાં 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સાથે સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ નિર્ણય રાજ્યના તમામ બોર્ડને લાગુ થશે. સરકારી શાળાઓ, ગ્રાન્ટ ઇન એઇડ-સ્વનિર્ભર સંસ્થાઓ તથા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની સંસ્થાઓને આ નિર્ણય લાગુ પડશે.

આ નિયમને અનુસંધાને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તરફથી એક માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. જેમાં સ્કૂલો શરૂ કરવા અંગે ક્યા કયા નિયમોનું પાલન કરવાનું રહેશે તે જણાવવામાં આવ્યું છે. આ સાથે જ એક સંમતિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા ઇચ્છા વાલીઓએ આ સંમતિપત્ર ભરીને સ્કૂલને આપવાનું રહેશે. આ ઉપરાંત જણાવાયું છે કે કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા કે પરિવારમાં કોરોના હોય તે વિદ્યાર્થીઓ કે શિક્ષકો સ્કૂલે જઇ શકશે નહીં. શાળાઓએ કેન્દ્ર સરકારની એસઓપીનું કડકાઇથી પાલન કરવાનું રહેશે. તેમજ જે વિદ્યાર્થીઓ શાળાએ આવવા ન માંગતા હોય તેમના પર દબાણ કરી શકાશે નહીં.

Share This Article