વ્હોટ્સએપ 15થી વધારે ઈન્ફોર્મેશન અને ડેટા કરે છે કલેક્ટ

admin
1 Min Read

સોશિયલ મીડિયા હાલ દુનિયાભરના લોકો માટે જીવનનો એક ભાગ બની ગયુ છે. તેમાંય Whatsappની વાત કરવામાં આવે તો હાલ મોટાભાગના લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે  Whatsappએ પોતાની નવી પોલિસી નોટિફિકેશન મોકલવાનું શરૂ કર્યું છે. આ પોલિસી પ્રમાણે કંપની હવે યુઝરનો ડેટા એક્સેસ કરી શકશે. આ નવી પોલિસી અગ્રી કરવી પણ જરૂરી છે. જો ન કરવામાં આવી તો અકાઉન્ટ ડિલીટ થઈ જશે. વ્હોટ્સએપ અને ફેસબુક સૌથી વધારે યુઝર ઈન્ફોર્મેશન અને ડેટા કલેક્ટ કરે છે. આ ડેટા અન્ય કોઈ પણ મેસેજિંગ એપ્સ કરતાં અનેક ગણો વધારે છે.

વ્હોટ્સએપ પાસે યુઝરના 15થી વધારે ઈન્ફોર્મેશન અને ડેટા છે. તો વ્હોટ્સએપની પેરેન્ટ કંપની ફેસબુક મેસેન્જર પાસે તમારા 30 પ્રકારના ડેટા રહે છે.

તેની સરખામણીએ ટેલિગ્રામ પાસે માત્ર 3 જ પ્રકારનો ડેટા રહે છે. એપલના આઈમેસેજ પાસે 4 પ્રકારનો ડેટા હોય છે. સિગ્નલ મેસેજિંગ એપ્સ પાસે યુઝરનો માત્ર મોબાઈલ નંબર જ હોય છે.

Share This Article