અમદાવાદની અનુપમ વિદ્યાવિહાર અને વી આર શાહ વિદ્યાલયમાં ધો-10-12ના વિદ્યાર્થીઓને આવકારાયા

admin
1 Min Read

કોરોના મહામારીના કારણે ગુજરાત સહિત દેશભરમાં લોકડાઉન લગાવાયુ હતું. જોકે લોકડાઉનના સમયથી બંધ ગુજરાતની શાળા-કોલેજોમાં આજથી ફરી એકવાર શૈક્ષણિક કાર્ય શરુ કરવામાં આવ્યુ હતું. જોકે કોરોનાના સંક્રમણના પગલે હાલના તબક્કે ધોરણ 10 અને 12 ના અને પીજીના કોલેજોમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનેજ બોલાવવામાં આવ્યા છે.

ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધોરણ-10 અને 12ના વર્ગોની આજથી શરુઆત કરવામાં આવી હતી.  અમદાવાદની કાલુપુરની અનુપમ વિદ્યાવિહાર અને શ્રી વી આર શાહ સ્મૃતિ નૂતન આદર્શ કન્યા વિદ્યાલયમાં પણ ધોરણ ૧૦/૧૨ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય શરુ કરવામાં આવ્યુ હતું.

જોકે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એસઓપીનું પણ આ દરમિયાન અમલ કરવામાં આવ્યો હતો.

માસ્ક પહેરેલ વિદ્યાર્થીઓને થર્મલ ગનથી ચેકિંગ કર્યા બાદ વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ પણ મહિનાઓ બાદ શાળાઓ શરુ થતા ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા.

Share This Article