ધામધૂમથી ગુજરાતમાં કોરોનાની વેક્સિનનું સ્વાગત કરાયું, વેક્સીનના બોક્સ પર લખ્યું છે આ વાક્ય…

admin
1 Min Read

ગુજરાતીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યો છે. કોવીશીલ્ડનો પ્રથમ જથ્થો મંગળવારે સવારે પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટથી એરપોર્ટથી અમદાવાદ પહોંચ્યો છે. ગુજરાતના ફાળવવામાં આવેલો જથ્થો પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યો છે. જ્યાં ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ  વેક્સીનને વેલકમ કરવા પહોંચ્યા હતા.

 

કંકુ ચોખાથી પૂજા કર્યા બાદ વેક્સીનને અમદાવાદ એરપોર્ટ પરથી રવાના કરાઈ હતી. તો સાથે જ સાકરનો પ્રસાદ પણ ધરાવાયો હતો. તો ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા. હવે બધુ શુભ શુભ થઈ જાય, લોકોને આ સંકટમાંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરીને વેક્સીનને સ્ટોરેજ સેન્ટર તરફ રવાના કરાઈ હતી.

વેક્સીનના આગમનને પગલે અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.  મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે 2 લાખ 76 હજાર જેટલો જથ્થો પુણે સીરમ ઇન્સ્ટિટ્યુટથી અમદાવાદ એરપોર્ટ આવ્યો છે, જેમાં અમદાવાદ માટે 1 લાખ 8 હજાર વેક્સિન મળશે. અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન સ્ટોરેજ ખાતે જથ્થો લઈ જવામાં આવી છે. ગાંધીનગર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જથ્થો લઈ જવામાં આવ્યો છે.

Share This Article