રાજકોટના ડેપ્યુટી મ્યુનિ કમિશનરે ગંદકી ફેલાવનારાઓને દંડો લઈને સમજાવ્યા

admin
1 Min Read

રાજકોટમાં સોલિડ વેસ્ટની ટીમને સાથે રાખીને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એ.આર. સિંહ સવારે હોકી લઈને રાજમાર્ગો પર નીકળી પડ્યા હતા અને જાહેરમાં ગંદકી કરતા ધંધાર્થીઓને દંડો બતાવી હજારોનો દંડ ફટકાર્યો હતો. જોકે આ રીતે જાહેરમાં લોકોને હોકીના દંડાની બીક બતાવી સમજાવવા કેટલા અંશે યોગ્ય છે?

ડેપ્યુટી કમિશનર એ.આર.સિંહે જણાવ્યું હતું કે, અમુક લોકો અને ધંધાર્થીઓને સ્વચ્છતા જાળવવાની વાત અનેક વખત કહેવા છતાં સમજતા નથી. તાજેતરમાં એક રેંકડીધારકે મનપાના દબાણ હટાવ શાખાના ઇન્સ્પેક્ટર પર હુમલો પણ કર્યો હતો. સમાજમાં તમામ પ્રકારના લોકો રહેતા હોય છે. અમુક લોકોના કારણે ઘર્ષણ થાય છે તે અટકાવવા અને આવા લોકોમાં ધાક રહે તે માટે હાથમાં લાકડી કે હોકી હોવી જરૂરી છે. મહત્વનું છે કે ગત મહિને પણ ડેપ્યુટી કમિશનર એ.આર.સિંહ હોકી લઈને રાજમાર્ગો પણ નિકળ્યાં હતાગત મહિને ડેપ્યુટી કમિશર એ.આર.સિંહે ગંદકી કરતા 116 ધંધાર્થીઓને દંડો બતાવી 44 હજારનો દંડ કર્યો હતો.

https://twitter.com/TheSquirrelin/status/1348961200399269891?s=20

Share This Article