દાહોદ લો-કોલેજમાં થઈ જન્માષ્ટમી પર્વની ઉજવણી

admin
1 Min Read

જન્માષ્ટમી હિંદુઓનો વાર્ષિક તહેવારના રૂપમાં ઉજવાય છે. આ તહેવાર રક્ષાબંધનના આઠમા દિવસે આવે છે. આ દિવસે લોકો ઘરમાં અને મંદિરોમાં ભવ્ય ઉજવણી કરે છે. લોકો ઘરમાં પણ શ્રીકૃષ્ણના ગોકુળિયું સજાવે છે અને આખો દિવસ ઉપવાસ પર રહે છે અને જુદી-જુદી વાનગીઓ નો ભોગ કે 56 ભોગ લગાવે છે. ત્યારે પાપ અને શોકના દાવાનળથી ધગધગતા આ જગતના તળમાં ભગવાને પદાર્પણ કર્યું. આ વાતને આજે પાંચ સહસ્ત્ર વર્ષ થઈ ગયાં હતા. તેઓ એક મહાન સંદેશ લઈને પધાર્યા હતા. ફક્ત સંદેશ જ નહિ બીજુ પણ લાવ્યા.

 

 

તેઓ એક નવું સૃજનશીલ જીવન પણ લાવ્યા હતાં. તેઓ માનવપ્રગતિમાં નવા યુગની રચના કરવા માટે આવ્યા હતાં. આ જીર્ણ-શીર્ણ રક્તપ્લાવિત ભૂમિમાં સપનાઓ લઈને આવ્યાં હતાં. જન્માષ્ટમીના દિવસે તે જ સપનાઓની સ્મૃતિમાં મહોત્સવ ઉજવવામાં આવે છે.. દ્વારકા અને મથુરામાં આ તહેવારની ભવ્ય ઉજવણી થાય  છે. લોકો કૃષ્ણભક્તિમાં ડૂબી જાય છે. તેવામાં દાહોદ લો કોલેજમા જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. લો કોલેજનાં વિદ્યાર્થીઓએ મટકી ફોડનો કાર્યક્રમ પણ ઉજવ્યો હતો. આ કાર્યક્રમમાં લો કોલેજનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Share This Article