ધુમ્મસના કારણે 20થી વધુ ગાડી એકસાથે ટકરાતાં અકસ્માત સર્જાયો, જુઓ અકસ્માતના દ્રશ્યો

admin
1 Min Read

હાલમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અતિશય ઠંડીને લીધે જોવા મળતા ધુમ્મસને લીધે પણ ઘણીવાર અકસ્માત સર્જાતાં હોય છે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગંભીર રીતે અકસ્માત સર્જાયો છે.

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. એકસાથે 20થી વધુ ગાડી એકબીજા સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો છે. પ્રાથમિક વિગતો પ્રમાણે, અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. માત્ર ગાડીઓને નુકસાન થયું છે. રાજ્યમાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ હોવાથી હાઈવે પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અકસ્માત સર્જાયો છે. જે હાઈવે પર લોકો 100ની સ્પીડે ગાડી ચલાવે છે એને અત્યારે 30ની સ્પીડે ગાડી ચલાવવાની ફરજ પડી છે. હાઈવે પર ધુમ્મસ હોવાને કારણે 100 ફૂટ દૂરનું દૃશ્ય પણ હાલમાં સ્વચ્છ રીતે દેખાતું નહીં હોવાનું ટોલ નાકે ઊભા રહેલા લોકોનું કહેવું છે.

https://twitter.com/Theindi47072747/status/1351035304136871941?s=20

Share This Article