સ્વતંત્રતા સેનાની નેતાજીની જયંતીને હવે પરાક્રમ દિવસ તરીકે ઉજવાશે

admin
1 Min Read

દેશના સ્વતંત્રતા સેનાની અને આઝાદ હિંદ ફૌઝના જનક સુભાષચંદ્ર બોઝની જયંતિને હવે સમગ્ર દેશમાં પરાક્રમ દિવસ તરીકે મનાવવામાં આવશે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે સુભાષચંદ્ર બોઝના જન્મદિવસ 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લીધો છે.

આ અંગે મંત્રાલય દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે દેશ આ વર્ષે સુભાષચંદ્ર બોઝની 125મી જયંતિ મનાવવા જઇ રહ્યું છે. દર વર્ષે 23મી જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ ઊજવવામાં આવે છે. આ વર્ષે 23 જાન્યુઆરીએ નેતાજીની 125મી જયંતી આવે છે. એ દિવસને પરાક્રમ દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કેન્દ્રના સાંસ્કૃતિક બાબતોના મંત્ર્યાલયે કરી હતી.

સાંસ્કૃતિક બાબતોના મંત્ર્યાલયે જણાવ્યું હતું કે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતાજીએ અજોડ પ્રદાન કર્યું હતું. આપણે એમને આદરભાવ પૂર્વક યાદ કરીએ છીએ. આ વરસે એમની સવાસોમી જયંતી છે. એને પરાક્રમ દિવસ તરીકે ઊજવવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો હતો. નેતાજીની અદમ્ય રાષ્ટ્રભાવના અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં નિઃસ્વાર્થ સેવાના સમ્માન રૂપે એમને યાદ કરવા ભારત સરકાર દર વર્ષે 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે ઊજવશે.

Share This Article