પ્રથમવાર બની ગાયના છાણાંમાંથી ગણેશજીની મૂર્તિ ,૨ ફૂટ ઊંચાઈ ધરાવતી શ્રીજીની નયન રમ્ય મૂર્તિ

admin
1 Min Read

વડોદરા ગાયના છાણાં માંથી મૂર્તિ બનાવવાની પરંપરા સદીઓ પુરાણી છે. જોકે આ પરંપરા હવે ક્યાંક વિસરાઈ ગઈ હોવાથી તેને પુનર્જિવિત કરવા વડોદરાના આર્ટિસ્ટએ ગાયના છાણાંમાંથી બે ફૂટ ઊંચી 1.50  મીટર પહોળી અને 48  કિલો વજન ધરાવતી શ્રીજીની નયન રમ્ય મૂર્તિ બનાવી છે. કારેલીબાગમાં રહેતા કિશન શાહે રાજ્યમાં પ્રથમવાર ગાયના છાણાં માંથી ગણેશજીની મૂર્તિ બનાવવાની પહેલ કરી છે. આ વિશે માહિતી આપતા તેમને જણાવ્યું હતું કે આ મૂર્તિ બનાવવામાં 8 કલાક જેટલો સમય લાગ્યો હતો. જેમાં ગણેશજીની સૂંઢ જમણી બાજુની બનાવી છે

. છાણાં માંથી બનાવેલી ગણેશજીની મૂર્તિ ધાર્મિક અને પૂજાની દ્રષ્ટિએ શક્તિમાન ઉપરાંત વિદ્યામાન હોય છે. હિન્દૂ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયા મુજબ ગાયમાં બધાજ દેવી દેવતાઓનો વાસ રહેલો છે. જેથી ગાયના છાણમાં પણ લક્ષ્મીજીનો વાસ હોવાથી ઘરના કબાટ કે તિજોરીમાં લાલ કપડામાં છાણ બાંધીને રાખવાથી તે ઘરમાં લક્ષ્મીજીના આશીર્વાદ સદૈવ બન્યા રહે છે. ઉપરાંત છાણાંમાં  રહેલા પંચતત્વોથી કફજન્ય બીમારી તેમજ અન્ય રોગો પણ મટી જાય છે. ગણેશ ચતુર્થી નિમિતે શહેરમાં હજારોની સંખ્યામાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ બનાવાય છે. જેના કારણે બહોળા પ્રમાણમાં જળાશયોનું પ્રદુષણ થાય છે. જેથી પ્રદુષણ અટકાવાના હેતુથી આ અનોખી પહેલ કરી છે.

 

 

Share This Article