મોદી સરકારે WhatsAppની નવી પોલિસીને લઈ ભર્યું મહત્વનું પગલુ…

admin
1 Min Read

કેન્દ્ર સરકારે વોટ્સએપની નવી પ્રાઇવેસી પોલિસી પર ચિંતા વ્યક્ત કરી છે. સરકાર તરફથી વોટ્સએપ મેનેજમેન્ટને પત્ર લખી નવી પોલિસી પરત લેવાનું કહ્યું છે.

કેન્દ્રએ વોટ્સએપને નવી પોલિસી વિશે 10 સવાલ પૂછ્યા છે. નવી પ્રાઇવેસી પોલિસી પરત લેવામાં આવે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય, ભારત સરકારએ વોટ્સએપના સીઈઓને પત્ર લખીને કહ્યુ કે, ભારતીય યૂઝર્સ માટે નવી ટર્મ્સ ઓફ સર્વિસ અને પ્રાઇવેસી પોલીસીને પરત લેવામાં આવે.

મંત્રાલયે વોટ્સએપના ગ્લોબલ સીઈઓ વિલ કેથર્ટને પત્ર લખીને યૂઝર્સની સુરક્ષા પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે યૂઝર્સની સૂચનાની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે, ચેટનો ડેટા બિઝનેસ એકાઉન્ટથી શેર કરવાથી ફેસબુકની અન્ય કંપનીઓને યૂઝર્સ વિશે તમામ માહિતી મળી જશે. તેનાથી તેની સુરક્ષાને ખતરો થઈ શકે છે. સરકારે વોટ્સએપને સુપ્રીમ કોર્ટના 2017ના ચુકાદામાં આવેલા પ્રાઇવેસી નિયમો વિશે પણ ધ્યાન દોર્યુ છે. તેમજ ભારતીય યૂઝર્સના ડેટાની સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી છે.

Share This Article