2 મહિના કરતા વધુ સમયથી ગાયબ જેક મા આવ્યા દુનિયા સમક્ષ….વીડિયો દ્વારા કહી આ વાત…

admin
1 Min Read

ચીનની પ્રમુખ કંપની અલીબાબાના સ્થાપક જેક મા એ ત્રણ મહિના સુધી ગુમ રહ્યા બાદ બુધવારે અચાનક દુનિયા સમક્ષ આવીને સૌને ચોંકાવી દીધા હતા. તેઓ એક વીડિયો કોન્ફ્રેન્સમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. ત્રણ મહિના સુધી તેમનું ગાયબ રહેવુ ચીનની સરકાર માટે મોટી સમસ્યા બની ગયુ હતું. કારણ કે વિશ્વભરના દેશો ચીની સરકાર પર જેક માને ગાયબ કરવાના આક્ષેપ લગાવી રહ્યા હતા.

જૈક મા ગત નવેમ્બરથી કોઇપણ સાર્વજનિક ઇવેન્ટ અથવા ટીવી શોમાં જોવા મળ્યા નહી, ત્યારબાદ તેમના ગાયબ થયાના સમાચાર સામે આવવા લાગ્યા. ચીની મીડિયા ધ એશિયા ટાઇમ્સે કહ્યું હતું કે જૈક મા સરકારી એજન્સીઓની દેખરેખમાં છે. ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર પીપલ્સ ડેલીએ કહ્યું હતું કે જૈક માને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. કદાચ તમને ધરપકડ કરી લેવામાં આવી છે કે પછી તેમને નજર કેદ કરવામાં આવ્યા છે.

ચીનના લોકપ્રિય બિઝનેસમેન જેક માએ બુધવારે એક વાર્ષિક કાર્યક્રમમાં ગ્રામીણ શિક્ષકોને વીડિયો કોન્ફ્રેન્સ દ્વારા સંબોધિત કર્યા હતા. જોકે આ દરમિયાન તેમણે પોતાના વર્તમાન સ્થળ કે લોકેશનનો કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. જેક માનો વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે, પરંતુ એ વિશે કોઇ માહિતી નથી કે તેઓ હાલમાં ક્યાં છે.

Share This Article