કર્ણાટકના શિમોગા શહેરમાં ભેદી ધડાકા થતા થયો બ્લાસ્ટ : 8 લોકોના મોત…

admin
1 Min Read

કર્ણાટકના શિમોગા જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રીએ ભેદી બ્લાસ્ટ થયા હતા જેનો અવાજ દૂર દૂર સુધી સાંભળવામાં આવ્યા હતા. બ્લાસ્ટ એટલા ભીષણ હતા જેમાં ઘરોના કાચ તૂટી ગયા હતા. કથિત ડાઇનામાઈટ વિસ્ફોટની આ ઘટનામાં અનેક લોકોના મોત થયા હોવાના સમાચાર છે.

પોલીસે અત્યાર સુધીમાં 8 લોકોના મૃતદેહ મળી આવ્યા હોવાની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, કર્ણાટકના શિમોગા જિલ્લામાં મોડી રાતે એક મોટો અવાજ સંભળાયો. આ વિસ્ફોટ એટલો ભીષણ હતો કે અનેક ઘરની બારીઓના કાચ તૂટ્યા અને સાથે ડાઈનામાઈટ વિસ્ફોટની ઘટનામાં 8 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. પોલીસના ખાસ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા છે.

આ ઘટના સંદર્ભે એડિશનલ ડેપ્યુટી કમિશ્નરે કહ્યું કે વિસ્ફોટ શહેરથી 5-6 કિમી દૂર થયો છે. આ સંબંધમાં કર્ણાટકના એડીજીપી પ્રતાપ રેડ્ડીએ કહ્યું કે વિસ્ફોટની ઘટના શિમોગા ગ્રામીણ વિસ્તારમાં બની છે. આપને જણાવી દઈએ કે, થોડા મહિના પહેલાં આ પ્રકારના અવાજે કર્ણાટકની રાજધાની બેંગલુરુને પણ હલાવી દીધી હતી. પછી ખ્યાલ આવ્યો કે અવાજ તો ભારતીય વાયુ સેનાના લડાકૂ જેટના પરીક્ષણ સમયે સોનિક બૂમ બેરિયરને તોડી રહ્યો છે. આ ઘટના મેમાં બની હતી અને સાથે વાયુસેનાની તરફથી કેસને ઉકેલવા માટે પહેલાથી અનેક ક્યાસ લગાવવામાં આવ્યા હતા. જો કે આ ઘટનાને લઈને અઘિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે ઘટના વિસ્ફોટની છે.

Share This Article