ખેડૂત આંદોલનને રોકવા 4 ખેડૂત નેતાઓની હત્યાનું રચાઈ રહ્યુ હતું ષડયંત્ર !

admin
1 Min Read

કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં સિંધુ બોર્ડર પરથી એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો છે જેના પર 4 ખેડૂત નેતાઓને ગોળી મારવાનું ષડયંત્રનો દાવો કરવામાં આવ્યો છે. ખેડૂતોએ શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લઇને પોલીસને સોંપ્યો છે.

મળતી માહિતી મુજબ, સિંધુ બોર્ડર પર શુક્રવારે રાતે એક શકમંદ શૂટરને પકડવામાં આવ્યો છે. મીડિયા સાથે વાતચીત કરતા આ કથિત શૂટેરે દિલ્હી પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. કથિત શૂટરનું કહેવું છે કે તેને 26મી જાન્યુઆરીના રોજ કંઈક ખોટું થવા પર મંચ પર બેઠેલા ચાર ખેડૂત નેતાઓને ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પકડી લેવામાં આવેલા શૂટરે દાવો કર્યો છે કે 26મી જાન્યુઆરીના રોજ કિસાન ટ્રેક્ટર રેલીમાં તે ગોળી ચલાવીને માહોલ ખરાબ કરવાનું ષડયંત્ર ઘડી રહ્યો હતો.

કિસાનોએ જે શકમંદને પકડ્યો છે તેણે જણાવ્યું કે, 23થી 26 જાન્યુઆરી વચ્ચે ખેડૂત નેતાઓને ગોળી મારવાની હતી. શકમંદે મીડિયા સમક્ષ ખુલાસો કરતા વધુમાં જણાવ્યું કે દેખાવ કરી રહેલા ખેડૂતો હથિયારો લઈને જઈ રહ્યા છે કે નહીં તેની તપાસ માટે બે ટીમ કામે લગાવવામાં આવી હતી. શૂટરે જણાવ્યું કે 26મી તારીખે કિસાન નેતાઓ જ્યારે મંચ પર બેઠા હોય ત્યારે ગોળી મારવાનો આદેશ હતો. આ માટે શૂટરને ચાર લોકોની તસવીરો પણ આપવામાં આવી હતી.

Share This Article