ભારતની રસીની મદદથી ગદગદ થયા બ્રાઝિલના રાષ્ટ્રપતિ, હનુમાનજીનો ફોટો શેર કરી માન્યો આભાર

admin
1 Min Read

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલ્સોનારોએ ભારત તરફથી કોરોના વાયરસની રસીના 20 લાખ ડોઝ મેળવ્યા બાદ ગદગદ થઈ ઉઠ્યા અને આ અંગે ખુશી વ્યક્ત કરી છે. ભગવાન હનુમાનજી જેમ સંજીવની બુટીનું વહન કરે છે તે પ્રકારની તસવીર દ્વારા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતનો આભાર માન્યો હતો. ભારત હાલમાં તેના ઘણા મિત્ર દેશોને સતત કોરોના વાયરસની રસી સપ્લાય કરી રહ્યું છે.

અગાઉ ઘણા દેશોની માંગણી પર ભારતે હાઇડ્રોકસીક્લોરોક્વિન ગોળીઓ પણ મોકલી હતી. તેમણે લખ્યું છે કે વૈશ્વિક અવરોધને દૂર કરવાના પ્રયત્નોમાં એક મોટો સહયોગી મેળવીને બ્રાઝિલને ગૌરવની લાગણી થાય છે. ભારતમાંથી બ્રાઝિલને રસી નિકાસ કરીને અમારી મદદ કરવા બદલ આભાર.

તેમણે હિન્દીમાં ‘થેંક્યુ’ લખીને ભારત માટે પોતાનો ટેકો પણ વ્યક્ત કર્યો છે. મહત્વનું છે કે, શુક્રવારે કોવિડશીલ્ડના 20 લાખ ડોઝ મુંબઈ એરપોર્ટથી બ્રાઝિલ માટે રવાના કરાયા હતા. આપને જણાવી દઈએ કે ભારતે કોરોના વાયરસ સામેની લડતમાં બ્રાઝિલની માંગ માટે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિનની લાખો ટેબ્લેટ્સ પણ મોકલી હતી.

Share This Article