હોમિયોપેથીક ઈન્ટર્ન તબીબો દ્વારા સ્ટાઈપેન્ડ વધારવા કરાઈ માંગ

admin
1 Min Read

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મહેસાણા શાખા દ્વારા હોમિયોપેથીક ઈન્ટર્ન તબીબોને સરકાર દ્વારા આપવામાં આવતા સ્ટાઈપેન્ડને લઈ માંગણી કરવામાં આવી છે.

એબીવીપી શાખા દ્વારા એ. જે. સાવલા હોમિયોપેથીક કોલેજમાં ઇન્ટર્શિપ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્ર મુજબ 9 હજાર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ મામલે એબીવીપી દ્વારા રેગ્યુલર સ્ટાઈપેન્ડની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં હોમિયોપેથીક કોલેજના ઈન્ટર્ન વિદ્યાર્થીઓને 5203 રુપિયાનું મળતુ સ્ટાઈપેન્ડ વધારીને 9 હજાર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. તેમજ જો આગામી 28મી જાન્યુઆરી સુધીમાં આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે.

Share This Article