SOU પાસે ટેન્ટસિટી બનાવવા 1 રુપિયાના ટોકન ભાવે 30 વર્ષ માટે અપાઈ જમીન?

admin
1 Min Read

સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU પાસે ટેન્ટસિટી બનાવવા 1 રૂપિયાના ટોકન ભાવે જમીન આપી છે. 30 વર્ષ માટે 34 એકર જમીન ટોકન ભાવમાં આપી દેવાઇ છે. ટેન્ટસીટી કૌભાંડ આચરનાર કંનપી પર સરકારના ચાર હાથ છે. લલ્લુજી એન્ડ સન્સ પર ગુજરાત સરકાર મહેરબાન છે.

ગુજરાતમાં પ્રવાસન સ્થળોના કોન્ટ્રાક્ટ લલ્લુજી એન્ડ સન્સને આપવામાં આવ્યો છે. કચ્છમાં રણોત્સવનો કોન્ટ્રાક્ટર લલ્લુજી એન્ડ સન્સ પાસે છે. SOU ટેન્ટસિટીનો કોન્ટ્રાક્ટ લલ્લુજી એન્ડ સન્સ પાસે છે. સરકાર લલ્લુજી એન્ડ સન્સને મલાઇદાર મિલકતો ગીફ્ટમાં આપી છે.

SOU પાસે ટેન્ટસિટી બનાવવા રૂ.1 રૂપિયામાં ટોકન ભાવે જમીન આપી છે. 30 વર્ષ માટે 34 એકર જમીન ટોકન ભાવમાં આપી દેવાઇ છે. કોરોનાકાળમાં પણ લલ્લુજી સન્સને ફાયદો કરાવવા ઉદારનીતિ અપનાવાઈ રહી છે. લલ્લુજી સન્સ કંપની પ્રવાસીઓને ખીસ્સા ખંખેરવાનું કામ કરે છે.

લલ્લુજી સન્સની ઉઘાડી લૂંટ સામે સરકાર એક શબ્દ ઉચ્ચરતી નથી. પ્રવાસીઓ પાસેથી એક રાત્રના રોકાણ માટે 15 હજાર જેટલી રકમ વસૂલાય છે? એટલું જ નહીં અધિકારીઓની લલ્લુજી એન્ડ સન્સ કંપની ખાતરદારી કરે છે. ત્યારે લલ્લુજી એન્ડ સન્સનું કૌભાંડ સામે આવ્યા બાદ પણ ગુજરાતમાં લલ્લુજી સન્સ સામે કોઇ કાર્યવાહી કેમ નથી કરવામાં આવી તે પણ એક સવાલ છે.

Share This Article