સોમનાથના દરિયામાં તૈયાર કરાશે કાચની ટનલ, આવો હશે નજારો…..

admin
1 Min Read

ગીર સોમનાથના યાત્રાધામ સોમનાથમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સરકાર અને ટ્રસ્ટ કટિબદ્ધ છે. ત્યારે હવે સોમનાથના દરિયામાં કાચની ટનલ મૂકવામાં આવશે તેવા એક સમાચાર સામે આવી રહ્યા છે. પ્રવાસીઓ માટે દરિયાઇ સૃષ્ટીને નિહાળવા માટે આ ટનલ બનાવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ આ માટે ખાસ 300 કરોડની ફાળવણી કરાઇ છે.

300 કરોડના ખર્ચે પ્રવાસનને વેગ મળે તેવા પ્રોજેક્ટ હાથ ધરાયા છે. ત્રિવેણી દેહોત્સર્ગથી સમાકાઠે કેબલ બ્રિજ, વોટર સ્પોટ્સ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધાઓ ઘાટ પણ કરવામાં આવશે. પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનશે. સોમનાથ ખાતે અધ્યતન બસ સ્ટેશન પણ તૈયાર કરાશે.

યાત્રાધામને પ્રોત્સાહન આપવા તૈયાર કરાઈ રહેલ પ્રોજેક્ટોમાં સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કાચની દરિયાઇ ટનલનો છે. પર્યટકો આ ટનલમાં જઇ એક્વેરિયમની જેમ સોમનાથના દરિયાની અંદર પાણીની જીવસૃષ્ટિ નિહાળી શકશે.

તો બીજા તબક્કામાં પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બનશે. જેમાં પશુ-પક્ષી, વિવિધ સંપ્રદાય ધર્મ અને બાર જ્યોતિર્લિંગના ઓડીયો વીઝ્યુલનો પ્રોજેક્ટ હાથ ધરાશે.

Share This Article