તો શું મોદીના પીએમ બન્યા બાદ મોંઘવારી વધી? સર્વેમાં સામે આવી ચોંકાવનારી બાબત

admin
1 Min Read

લગભગ ત્રણ ચતુર્થાંશ લોકોનું માનવું છે કે નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ મોંઘવારી નિયંત્રણમાં નથી. આઈએએનએસ-સીવોટર બજેટ ટ્રેકરથી આ જાણકારી મળી છે. પીએમ મોદીના કાર્યકાળમાં આ ઉચ્ચ ટકાવારી છે, જે હેઠળ 72.1 ટકા લોકો તે માને છે કે મોંઘવારી વધી છે, જ્યારે 2015માં માત્ર 17.1 ટકા લોકો આ અનુભવ કરતા હતા.

મળતી માહિતી મુજબ, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી મોંઘવારી બેકાબૂ બની ગઈ હોવાનું લગભગ 72 ટકા લોકોનું માનવું છે. બજેટ અંગેના સર્વેમાં આ વાત બહાર આવી છે. પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન મોંઘવારી વધવાની વાત કરનારા લોકોની સંખ્યા અત્યાર સુધીમાં સૌથી વધુ છે.

આ વખતનાં 72.1 ટકાની સરખામણીમાં 2015માં માત્ર 17.1 ટકા લોકોએ કહ્યું હતું કે પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન મોંઘવારી વધી છે. તો 2020માં માત્ર 10.8 ટકા જવાબ આપનારા લોકોએ કહ્યું હતું કે કિંમતોમાં ઘટાડો આવ્યો છે, જ્યારે 12.8 ટકાએ કહ્યું કે કાંઇ પણ બદલાયું નથી, 2014 બાદથી જ આર્થિક મોરચે સરકારનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે, 46.4 ટકા લોકોએ કહ્યું કે વડાપ્રધાન મોદી અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું પ્રદર્શન આર્થિક મોરચા પર નિરાશાજનક રહ્યું છે, માત્ર 31.7 ટકા લોકોએ જ કહ્યું કે પ્રદર્શન સારૂ રહ્યું છે.

Share This Article