મ્યાનમારમાં લોકશાહી વ્યવસ્થાને સેનાએ નુકસાન પહોંચાડી બળવો પોકાર્યો…અમેરિકાએ આપી ચેતવણી

admin
1 Min Read

પાડોશી દેશ મ્યાનમારમાં સૈન્યએ રાતોરાત બળવો કર્યો છે. મ્યાનમારના જાણીતા નેતા આંગ સાન સૂ કી તેમજ રાષ્ટ્રપતિ સહિત સત્તાપક્ષના કેટલાક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. કેટલાક અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા ઘણા વર્ષોથી સરકાર અને લશ્કર વચ્ચે તણાવ ચાલી રહ્યો હોવાથી આખરે આ પગલું લેવામાં આવ્યું છે.

મ્યાનમારમાં સત્તાપલટો થતા અમેરિકાએ આકરી પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ જણાવ્યું છે કે લોકશાહી વ્યવસ્થાને ઠેસ પહોંચાડવા બદલ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા આવશે.

મળતી માહિતી મુજબ, મ્યાન્મારમાં સેનાએ દેશના નેતા આંગ સાંગ સૂ કી અને રાષ્ટ્રપતિ યુ વિન મ્યિન્ટને અટકાયતમાં લીધા છે. મ્યાન્માર સેનાનું કહેવું છે કે ચૂંટણીમાં ફ્રોડના જવાબમાં તખ્તાપલટની કાર્યવાહી કરાઈ છે. આ તખ્તાપલટ સાથે જ દેશના અલગ અલગ ભાગોમાં સેનાની ટુકડીઓ તૈનાત કરાઈ છે. મ્યાન્મારના મુખ્ય શહેર યાંગૂનમાં સિટી હોલ બહાર સૈનિકોની તૈનાતી કરાઈ છે. જેથી કરીને તખ્તાપલટનો કોઈ વિરોધ ન કરી શકે.

Share This Article