ભારતીયો માટે ગૌરવની ક્ષણ : NASA કાર્યકારી પ્રમુખ બની ભારતીય મૂળની ભવ્યા લાલ

admin
1 Min Read

ભારતીય મૂળના અમેરિકન ભવ્યા લાલને નાસા દ્વારા અમેરિકન અંતરિક્ષ એજન્સીની કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભવ્યા લાલ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન દ્વારા નાસામાં પરિવર્તન સંબંધી સમીક્ષા દળના સભ્ય છે અને બાઇડન પ્રશાસન અંતર્ગત એજન્સીમાં પરિવર્તન સંબંધી કાર્યોને જોઈ રહ્યાં છે.

નાસા દ્વારા જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં જણાવાયુ હતું કે, ભવ્યા દરેક રીતે આ પદ માટે કાબેલ છે. તેમની પાસે એન્જિનિયરિંગ અને સ્પેસ ટેકનોલોજીનો અનુભવ છે. સ્પેસ ટેકનોલોજી, સ્પેસ સ્ટ્રેટેજી એન્ડ પોલિસીમાં ખાસ્સો અનુભવ હોવાની સાથે તેમણે વ્હાઈટ હાઉસમાં પોલિસી અને નેશનલ સ્પેસ કાઉન્સિલમાં પણ કામ કર્યું છે.

લાલ માત્ર ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સની જ નહીં, પણ સ્પેસ ઈન્ટેલિજન્સ કમ્યુનિટીની પણ ઊંડી જાણકારી ધરાવે છે. ઘણાં અમેરિકન પણ આ સ્થાન પર બિરાજવા માટે કતારમાં હતાં. જોકે, આ પદ માટે ભવ્યા બાઈડેનની પહેલી પસંદ હતાં. ભારતીય મૂળના અમેરિકન ભવ્યા લાલની અમેરિકન અંતરિક્ષ એજન્સીની કાર્યકારી પ્રમુખ પદે નિમણૂંક થતા ભારતીયોમાં પણ ગૌરવની લાગણી જોવા મળી રહી છે.

Share This Article