ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર….

admin
1 Min Read

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ વર્ષે બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજવામાં આવશે. ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા 10 મેથી શરૂ થશે. બોર્ડની પરીક્ષાઓ 25 મે સુધી ચાલશે.

મળતી માહિતી મુજબ, ધો-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી સમયમાં યોજાનાર બોર્ડની પરીક્ષાનુ ટાઇમ ટેબલ જાહેર કર્યું છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કરેલ તારીખો પ્રમાણે, 10 મેથી 25 મે સુધી બોર્ડની પરીક્ષાઓ યોજાશે. જેમાં ધોરણ 10માં 10 મેના રોજ ભાષાનું પેપર લેવામાં આવશે.

જ્યારે 12 મેએ વિજ્ઞાન, 15 મેએ ગણિત, 17 મેએ સામાજિક વિજ્ઞાનની પરીક્ષા યોજાશે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યે 15 મિનિટ સુધીનો રહેશે. જ્યારે ધોરણ 12ના બોર્ડની પરીક્ષા 10 મેથી 21 મે સુધી યોજાશે. જેનો સમય બપોરે 3 વાગ્યાથી 6.30 કલાક સુધીનો રહેશે.

Share This Article