પૂર્વ નાણાં મંત્રી અરુણ જેટલીનું નિધન, રાજકીય નેતાઓએ શોકની લાગણી પ્રગટ કરી રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

admin
1 Min Read

ભાજપના પીઢ નેતા અને એનડીએ સરકારમાં રક્ષામંત્રી અને નાણાં મંત્રી એમ બે કાર્યભાર સંભાળનાર અરુણ જેટલીનું દુઃખદ નિધન થયું છે.

.66 વર્ષીય અરુણ જેટલી છેલ્લા ઘણાં સમયથી નાદુરસ્ત તબિયતના કારણે જાહેર કાર્યક્રમ કે પાર્ટીની બેઠકમાં પણ જોવા મળતા નહતા..તેઓની તબિયત વધુ લથડતા તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનના પગલે રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે…રાષ્ટ્રપતિ કોવિંદ, વડાપ્રધાન મોદી, અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિત રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ તેમજ અન્ય પાર્ટીના નેતાઓએ અરૂણ જેટલીના નિધન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

આપને જણાવી દઈએ કે, ઘણા વર્ષો સુધી ભાજપના પ્રવક્તા રહી ચૂકેલ અરૂણ જેટલીએ 47 વર્ષની ઉંમરે સંસદમાં પ્રવેશ કર્યો હતો…તેઓ 2014થી 2018 દરમિયાન મોદી સરકારમાં મંત્રી તરીકે રહ્યા હતા..તેમજ જેટલી અટલબિહારી વાજપેયીની સરકારમાં પણ મંત્રી રહ્યા હતા..ઉલ્લેખનીય છે કે ખરાબ તબિયતને કારણે તેમણે આ વખતની લોકસભા ચૂંટણી પણ લડી ન હતી.

Share This Article