ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલ બે બેઠકોની ચૂંટણીની તારીખો જાહેર

admin
1 Min Read

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે હવે ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોને લઈ તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 1 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ગુજરાત રાજ્યસભાની બંને બેઠકની એકસાથે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

અહેમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધન બાદ બંને બેઠકો ખાલી પડી હતી. જે બેઠકોની ચૂંટણીની જાહેરાત કરાઈ છે. મળતી માહિતી મુજબ, રાજ્યસભાની ચૂંટણીને લઇને ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી અને ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી આપવામાં આવી છે.

રાજ્યસભાની ચૂંટણીને લઇને 1 માર્ચે સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. જ્યારે મતગણતરી પણ 1 માર્ચના રોજ જ યોજાશે. આ જ તારીખે એટલે કે 1 માર્ચે 5 વાગ્યા પછી મતગણતરી યોજવામાં આવશે.

આપને જણાવી દઈએ કે, રાજ્યસભ્ની બંને બેઠક માટે અલગ-અલગ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

Share This Article