મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું : એલપીજી સિલિન્ડરના ભાવમાં કરાયો અધધધ…વધારો

admin
1 Min Read

મોંઘવારીના મારને સહન કરતા સામાન્ય વર્ગના લોકોને કેન્દ્ર સરકારે વધુ એક ઝટકો આપ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરી દેતા મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. 4 ફેબ્રુઆરીના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી આજથી ઘરેલૂ ગેસ માટે વધારે ખર્ચ કરવો પડશે.

સબસિડી વગરના ગેસની કિંમતમાં રૂપિયા 25નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે, કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં છ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કિંમતમાં વધારા બાદ દિલ્હીમાં રસોઈ ગેસની કિંમત 719 રૂપિયા થઈ છે. ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડની વેબસાઇટ પ્રમાણે હવેથી ગ્રાહકોએ 14 કિલોગ્રામનો નૉન-સબસિડી વાળા ઘરેલૂ ગેસ સિલિન્ડર માટે વધારે કિંમત ચૂકવવી પડશે.

કિંમતમાં વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં રસોઈ ગેસની કિંમત પ્રતિ સિલિન્ડર 719 રૂપિયા થઈ છે. કોલકાતામાં કિંમત 745.50, મુંબઈમાં 719 રૂપિયા અને ચેન્નાઈમાં 735 રૂપિયા થઈ છે. ઉલ્લેખનીય છે કે દર મહિને પહેલી તારીખે એલપીજી સિલિન્ડરનો ભાવ બદલાય છે. આ વખતે પહેલી ફેબ્રુઆરીના રોજ કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 190 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, ઘરેલૂ ગેસની કિંમતમાં ફેરફાર કરાયો ન હતો. જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં છ રૂપિયાનો ઘટાડો કરાયો હતો.

Share This Article