કૃષિ બિલ મુદ્દે ભડકાઉ ટ્વિટ બાદ પણ નથી સુધરી રહી ગ્રેટા થનબર્ગ

admin
1 Min Read

ભારતમાં કૃષિ કાનૂનો સામે ચાલી રહેલા કિસાન આંદોલનને લઇને પર્યાવરણ અને જલવાયું પરિવર્તનની દિશામાં કામ કરનારી ગ્રેટા થનબર્ગના ટ્વિટે તેને મુશ્કેલીમાં મૂકી દીધી છે. ઇન્ડિયા ટૂડેના રિપોર્ટ પ્રમાણે દિલ્હી પોલીસે ગ્રેટા થનબર્ગ પર એફઆઈઆર નોંધી છે.

દિલ્હી પોલીસના સાઇબર સેલે સેક્શન 153A અને 120B અંતર્ગત આ કેસ નોંધ્યો છે. જોકે દિલ્હી પોલીસની એફઆઈઆરથી ન ડરતા એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે હજુ પણ ખેડૂતોના સમર્થનમાં હોવાનું નિવેદન આપ્યુ છે. મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસની એફઆઈઆર બાદ તરત જ ગ્રેટા થનબર્ગનો જવાબ આવ્યો હતો.

પોલીસની એફઆઈઆરથી ન ડરતા ગ્રેટાએ ટ્વિટ કરીને જણાવ્યું કે હું હજુ પણ ખેડૂતોના સમર્થનમાં ઊભી છું. તેણે કહ્યું કે માનવાધિકારના કોઈ ઉલ્લંઘન, ધાક-ધમકી કે વેરઝેર ખેડૂતોના શાંતિપૂર્ણ દેખાવને નહીં બદલી શકે. દિલ્હી પોલીસે ફરિયાદમાં ગ્રેટાના ખેડૂતો પરના ટ્વિટને ટાંક્યા છે જેમાં જૂથો વચ્ચે વેરઝેર અને શત્રુતાને ઉત્તેજન આપવાના એક પ્રયાસ અને ગુનાહિત કાવતરાનો આરોપ મૂકાયો છે.

Share This Article