તાંદલજાના માથાભારે આસીફ મકનની ધરપકડ

admin
2 Min Read

તાંદલજાના માથાભારે આસીફ મકને બાઇક મુકવાના મુદ્દે પાડોશી સાથે ઝઘડો કરી ભર બપોરે પોતાની રિવોલ્વરમાંથી હવામાં એક રાઉન્ડ ફાયરીંગ કરતાં દોડધામ મચી ગઇ હતી. આસિફે નજીકમાં આવેલા ગેરેજમાં કુહાડી સાથે ઘુસી 12 જેટલી કારના કાચ તોડ્યા હતાં. પાડોશીના ઘરમાં પણ આસિફે તોડફોડ કરી હતી. જે.પી. રોડ પોલીસ આસીફને પકડવા જતાં તે ભાગ્યો હતો પણ પડી જતાં પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. આસિફના 2 દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ શરુ કરી છે.  મહત્વનું છે કે, તાંદલજાની મદીના પાર્કમાં રહેતાં રીયાઝમહંમદ પીરૂભાઈ શેખે જે.પી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે 20 ઓગષ્ટે તેના ઘેર તેનો ભાણીયો બાઇક લઇને આવ્યો હતો ત્યારે પાડોશમાં રહેતા આસિફ યુસુફ મકને તે બાઇક અહી કેમ પાર્ક કર્યું છે તેમ જણાવી ભાણીયા સાથે ઝઘડો કર્યો હતો ત્યારબાદ આસિફ ઉશ્કેરાયો હતો અને રીયાઝના ઘરમાં ઘુસી જઇ તોડફોડ કરી હતી. બપોરના 2 વાગ્યાના સુમારે રીયાઝ નજીકમાં આવેલા ગેરેજમાં પોતાની કાર રિપેર કરાવા ગયો આસીફ મકન ફરીથી ત્યાં આવ્યો હતો અને રીયાઝને મારી નાંખવાની ધમકી આપી ડરાવવા માટે રિવોલ્વરમાંથી હવામાં એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. ત્યારબાદ ગેરેજના માલીક ગુલામદસ્તગીર પઠાણે આસીફને સમજાવવાનો પ્રયાસ કરતાં બુધવારે સવારે આસીફ કુહાડી લઈ ગેરેજ પર ધસી ગયો હતો અને તેણે 10થી 12 જેટલી કારના કાચ તોડી નાંખી 60 હજારનું નુકશાન કર્યું હતું. આસિફે ગેરેજ માલીકને ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી.

 

Share This Article