તો હવે અઠવાડિયામાં માત્ર ચાર જ દિવસ કામ કરવુ પડશે? સરકાર લઈ શકે છે નિર્ણય

admin
1 Min Read

કેન્દ્ર સરકાર બહુ ઝડપથી કંપનીઓને પોતાના કામદારોની શિફ્ટ બાબતે વધુ એક સગવડતા આપી શકે છે. સરકાર કંપનીઓને શિફ્ટના સમયમાં વધારો કરીને કામદારો માટે ચાર દિવસના અઠવાડિયાની નીતિ અમલમાં મૂકવાની છૂટ આપી શકે છે. જોકે, આ દરમિયાન અઠવાડિયામાં 48 કલાક કામ કરવાની મર્યાદા ચાલુ જ રહેશે.

સરકાર એવી છૂટ આપી શકે છે કે કંપની પોતાના કામદારોને 12-12 કલાકની શિફ્ટ કરાવી શકે છે. જો કામદાર 12 કલાકની શિફ્ટ કરે છે તો તેણે અઠવાડિયામાં ચાર જ દિવસ કામ કરવું પડશે. બાકીના દિવસો રજા લઈ શકશે. આવું કરવાથી કંપની અને કર્માચારી બંનેને ફાયદો થશે.

જોકે, આ મામલે નિષ્ણાતોના અલગ અલગ મત પ્રવર્તે છે. લેબર સેક્રેટરી અપૂર્વ ચંદ્રાએ મંગળવારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જો કર્મચારી દરરોજ 10 કલાકની આસપાસ કામ કરે છે તો તેણે અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાનું રહેશે. અને બાકીના બે દિવસ રજા લઈ શકશે. જો તે આઠ કલાકની શિફ્ટમાં કામ કરે છે તો અઠવાડિયામાં છ દિવસ કામ કરવાનું રહેશે અને નિયમ પ્રમાણે એક રજા મળશે.

Share This Article