રાજ્યસભામાં સર્જાયા ભાવુક દ્રશ્ય : રડતા-રડતા મોદીએ ગુલામ નબી આઝાદને કર્યું સેલ્યુટ

admin
1 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફરી એક વાર રાજ્યસભાને સંબોધિત કરી હતી. કોંગ્રેસના ગુલાબ નબી આઝાદ સહિત ચાર સાંસદો ગૃહમાંથી વિદાય લઈ રહ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ ગુલાબ આઝાદના પેટભરીને વખાણ કર્યા અને તેમની સાથે જોડાયેલી એક ઘટના અંગે વાત કરી.

કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને વિદાય આપતી વખતે મોદી માત્ર રડી જ નહોતા પડ્યા પણ ગુલામ નબી આઝાદને સલામ પણ કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું કે, ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી હતા ત્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.

જમ્મુ અને કાશ્મીરમાં એ વખતે થયેલા આતંકવાદી હુમલા વખતે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે ગુલામ નબી આઝાદે નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓની સલામતીની ખાતરી આપી હતી. મોદીએ આઝાદ એ વખતે રડી પડ્યા હતા તેનો ઉલ્લેખ કરીને રાજ્યસભામાં પોતે પણ રડી પડ્યા હતા.

વડાપ્રધાન મોદીએ સાંસદ ગૃહમાંથી વિદાય લેનાર ચારેય નેતાઓને સંબોધતા કહ્યું કે, ગુલાબ નબી આઝાદજી, શમશેર સિંહજી, મીર મોહમ્મદ ફૈયાજજી, નાદિર અહમદજી હું આપ ચારેય મહાનુભાવોને આ ગૃહની શોભા વધારવા માટે, આપના અનુભવ, આપના જ્ઞાનનો ગૃહ અને દેશને લાભ આપવા માટે અને પોતાના ક્ષેત્રની સમસ્યાઓના સમાધાન માટે આપના યોગદાનને ધન્યવાદ કરું છું.

Share This Article