ચીનના વુહાનથી જ ફેલાયો દુનિયાભરમાં કોરોના વાયરસ

admin
1 Min Read

કોરોના વાયરસ ક્યાંથી ફેલાયો? તેની તપાસ કરવા માટે ચીન પહોંચેલી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમે આ મામલે ખુલાસો કર્યો છે. ડબલ્યુએચઓએ જણાવ્યું કે, તપાસ ટીમને એ વાતની પાકી સાબિતી મળી છે કે ચીનના વુહાન હુઆન માર્કેટમાંથી જ વાયરસ દુનિયામાં ફેલાયો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના બેન એમ્બાર્કે કહ્યું કે ટીમને ડિસેમ્બર 2019 પહેલા વુહાન કે કોઈ બીજા સ્થળે કોરોના વાયરસ સંક્રમણની કોઈ સાબિતી મળી નથી પણ તપાસ દળને ડિસેમ્બર 2019માં વુહાન હુઆન માર્કેટથી વાયરસ સંક્રમણ બહારની દુનિયામાં ફેલાયો તેની સાબિતી મળી છે.

બેન એમ્બાર્કે કહ્યું કે હાલમાં વુહાન ઇન્વેસ્ટિગેશને ઘણી બધી જાણકારીઓનો ખુલાસો કર્યો છે. જોકે વાયરસ સંક્રમણના કારણે વર્તમાન પરિસ્થિતિઓમાં કોઈ નાટકીય ફેરફાર આવ્યો નથી. આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસ ક્યાંથી ફેલાયો તેની માહિતી મેળવવા માટે WHOની 14 સભ્યોની ટીમ ચીનના વુહાનમાં ગઈ હતી. મહત્વનું છે કે, ચીનના વુહાનમાં નવેમ્બર 2019માં કોરોના વાયરસના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો હતો.

Share This Article