નહીં તૂટે INS વિરાટ ! એરક્રાફ્ટ કેરિયર જહાજ INS વિરાટને તોડવા પર સુપ્રીમે લગાવ્યો પ્રતિબંધ

admin
1 Min Read

આઈએનએસ વિરાટને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે નૌસેનાનું સેવાનિવૃત્ત એરક્રાફ્ટ કેરિયર જહાજ INS વિરાટને તોડવા પર રોક લગાવી છે. એનવિટેક મરીન કંસલ્ટેંટ્સ લિમિટેડ નામની કંપનીએ આ જહાજને 100 કરોડમાં ચુકવીને તેને સંગ્રહાલય તરીકે સંરક્ષિત કરવાની માંગ કરી હતી.

ઉલ્લેખનિય છે કે, INS વિરાટ ભાવનગરના શ્રીરામ ગૃપે ખરીદ્યું હતું. તેને અલંગમાં સ્ક્રેપ માટે તોડવાનું હતું પરંતુ તેને સંગ્રહાલય તરીકે વિકસાવવાની માંગને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો હતો જે હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.

ત્યારે હાલ સુપ્રીમ કોર્ટે INS વિરાટને તોડવા પર રોક લગાવી છે. આપને જણાવી દઈએ કે, INS વિરાટને ભારતે વર્ષ 1987માં બ્રિટિશ રોયલ નેવી પાસેથી ખરીદ્યું હતું. એ સમયે વિરાટનું નામ HMS હર્મેસ હતું અને બ્રિટિશ નૌસેનામાં 25 વર્ષ પસાર કરી ચુક્યું હતું. અર્જેન્ટિના સામેના ફોકલેન્ડ યુદ્ધમાં INS વિરાટે મહત્વનો ભાગ ભજવ્યો હતો. વિરાટનું નામ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી વધારે સેવા આપવા માટે નોંધાયેલું છે.

Share This Article