સઈ માંજરેકરે શેર કર્યો દબંગ-3નો લુક , સઈ માંજરેકરની તસ્વીરો થઈ વાયરલ

admin
1 Min Read

ફિલ્મ અભિનેત્રી બનવા જઈ રહેલી મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકરે સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. સઈ જલ્દી જ ફિલ્મ દબંગ 3માં નજરે પડશે. આ ફિલ્મમાં તે સલમાન ખાન સાથે સ્ક્રિન શેર કરતી જોવા મળશે. હાલમાં જ સોશિયલ મીડિયા પર દબંગ 3ના સેટ પરની તસવીરો લીક ન થાય એટલે સેટ પર મોબાઈલ લઈ જવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

 

પરંતુ હવે સઈ માંજરેકરે પોતાના ઑફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી એક બાદ એક તસવીરો શેર કરી છે. જે વાયરલ થઈ રહી છે.ફિલ્મ દબંગ 3માં સઈ સલમાનની ગર્લફ્રેન્ડ તરીકે નજરે પડશે. હાલમાં જ સઈએ પોતાના સીનનું શૂટિંગ કરી દીધુછે અને હવે તે એક ગીત માટે તૈયાર થઈ રહી છે. ફિલ્મનું નિર્દેશન પ્રભુદેવા કરી રહ્યા છે. ફિલ્મમાં સોનાક્ષી પણ મહત્વની ભૂમિકામાં છે અને આ ફિલ્મ 20 ડિસેમ્બરે રીલિઝ થશે.

Share This Article