સ્પેસએક્સના માલિકનો દાવો : અંતરિક્ષમાં કંઈક એવુ છે જે દરેક વસ્તુને તબાહ કરી રહ્યુ છે….

admin
1 Min Read

ધરતી પર સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને સ્પેસએક્સના માલિક એલન મસ્કે એવો દાવો કર્યો છે કે વિશ્વના ઘણા લોકો હેરાન થઈ ગયા. તેમણે કહ્યું કે અંતરિક્ષમાં કંઈક એવુ થઈ રહ્યુ છે જે દરેક ચીજ વસ્તુને તબાહ કરી રહ્યુ છે.

એલન મસ્ક ધ ગ્રેટ ફિલ્ટર સિદ્ધાંતના આધારે આ નિવેદનો આપી રહ્યા છે, આ સિદ્ધાંત પ્રોફેસર રોબિન હેન્સને આપ્યો હતો અને કહ્યું હતું કે અંતરિક્ષમાં કઇંક એવું છે જે આખા અંતરિક્ષમાં જીવનનો વિસ્તાર થાય તે પહેલા જ જીવનને તબાહ કરી દેશે. સાથે સાથે એલન મસ્કે આશા વ્યક્ત કરી કે તેમની કંપની એક જ દિવસમાં એક હજાર સ્પેસ શીપને પૃથ્વીમાંથી રવાના કરશે જેમાં દરેક 100 100 માણસ જશે.

આ લોકોને મંગળ ગ્રહ પર વસ્તી વસાવવાના ઈરાદા સાથે મોકલવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા પણ તેમણે એક યોજના બનાવી હતી કે વર્ષ 2050 સુધીમાં અંતરિક્ષમાં દસ લાખ લોકો રહેવા લાગશે જોકે બાદમાં તેમણે કહ્યું કે આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સમસ્યાઓ આવી રહી છે. જ્યારે એલન મસ્કને પૂછવામાં આવ્યું કે એક સમય એવો આવશે કે કોઈ પણ સ્પેસશીપ આવી નહીં શકે. તો શું મંગળ ગ્રહ પર રહેતા લોકો મરી જશે? તેમણે જવાબ આપ્યો કે તેનો અર્થ થાય છે કે આપણે સુરક્ષિત સ્થાન પર નથી.

Share This Article