પાયાના કાર્યકરોની ટિકિટ કપાતા ભાજપ નેતાને થયું એટલું દુ:ખ થયુ કે જાહેરમાં રડી પડ્યા….

admin
2 Min Read

ગુજરાતમાં આગામી 28મી ફેબ્રુઆરીએ મહેસાણા સહિત 33 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ દ્વારા તબક્કાવાર ઉમેદવારો જાહેર કરાઈ રહ્યા છે. તેમજ અનેક જગ્યાએ નેતાઓમાં નારાજગી પણ સામે આવી રહી છે. મહેસાણા નગર પાલિકાની ભાજપની ટીકીટ વેચણીને લઇ ભાજપમાં નારાજગી સામે આવી છે.

મહેસાણા શહેર ભાજપ યુવા મોરચાના કાર્યકરો અને હોદેદારોએ ટિકીટની માંગણી સાથે હોબાળો કર્યો હતો. ટિકિટ કપાતા અનેક કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી. જેમાં આ વખતે અનેક નેતાઓ રડતા જોવા મળ્યા હતા. ત્યારે જેમ જેમ પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત થઈ રહી છે તેમ તેમ વધુને વધુ આવા કિસ્સા જોવા મળી રહ્યાં છે.

આજે મહેસાણામાં ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં આયાતી ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી. જેને લઈ યુવા મોરચાના અનેક કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી હતી. તો શહેરના પૂર્વ પ્રમુખ જાહેરમાં રડી પડ્યા હતા. તેમના આંખમાંથી આસુ સરી પડ્યા હતા.

જિલ્લા ભાજપ કાર્યલય ખાતે હોબાળો થતા પૂર્વ ભાજપ શહેર પ્રમૂખ કૌશિકભાઈ વ્યાસ ભાવુક થયા હતા. ભાજપ કાર્યલયમાં જ કૌશિક વ્યાસ રડી પડ્યા હતા. ભાજપ દ્વારા ટીકીટ જાહેર થયા બાદ નારાજ યુવા મોરચાના કાર્યકરો હવે અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી સંભાવના વ્યકત કરાઈ રહી છે. મહેસાણા શહેર યુવા મોરચાના ભાજપ ઉપ પ્રમુખ અનિલ પટેલ મુખી અપક્ષ ઉમેદવારી કરશે. આયાતીઓને ટીકીટ આપવામાં આવતા હાલ ભાજપના પાયાના કાર્યકરોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

Share This Article