ભારતના “જેમ્સ બોન્ડ”ની હત્યાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન, જૈશ આતંકીનો ખુલાસો

admin
1 Min Read

ભારતમાં આતંક ફેલાવવાના પાકિસ્તાનના ષડયંત્રનો ફરી એક વખત પર્દાફાશ થયો છે. થોડા દિવસો પહેલા ધરપકડ કરવામાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીએ કેવી રીતે પાકિસ્તાન ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ પર નજર રાખી રહ્યું છે તેનો ખુલાસો કર્યો છે. આ માટે પાકિસ્તાને ડોભાલના કાર્યાલયની રેકી પણ કરાવી હતી.

મળતી માહિતી મુજબ, પાકિસ્તાન સ્થિત આતંકવાદી ભારતના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલની હત્યાના ઈરાદે હુમલો કરવાની ફિરાકમાં હોવાનું ચોંકાવનારો ખુલાસો થયો છે. આ વાતનો ઘટસ્ફોટ ખુદ જૈશ-એ-મોહમ્મદના આતંકી હિદાયત ઉલ્લાહ-મલિકે કર્યો છે.

અજીત ડોભાલને ટાર્ગેટ બનાવવાના ઈરાદે જૈશના આતંકી હિદાયત ઉલ્લાહ-મલિકે તેમની ઓફિસ સહિત દિલ્હીના કેટલાક ઠેકાણાઓ પર રેકી કરી હતી અને તેનો વીડિયો પાકિસ્તાન સ્થિત એક હેન્ડલરને મોકલ્યો હતો. આ ચોંકાવનારા ખુલાસા બાદ લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે એટલું જ નહીં પરંતુ તમામ એજન્સીઓને એલર્ટ આપવામાં આવ્યું છે.

Share This Article