દેશમાં મોંઘવારી 16 મહિનાની નીચલી સપાટીએ

admin
1 Min Read

ભારત સરકાર માટે આર્થિક મોરચે રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. ફુગાવામાં ઘટાડો થયો છે. તો બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થયો છે.

સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ડીસેમ્બર, 2020માં ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડ્કશન (આઇઆઇપી) આધારિત ઔદ્યોગિક ઉત્પાદનમાં 1 ટકાનો વધારો થયો છે.

બીજી તરફ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જાન્યુઆરી, 2021માં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત રીટેલ ફુગાવો ઘટીને 4.06 ટકા થયો છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર, 2020માં આઇઆઇપી આધારિત ઔૈદ્યોગિક ઉત્પાદનમાં 1.9 ટકાનો ઘટાડો થયો હતોે. જ્યારે ડીસેમ્બર, 2019માં ઔૈદ્યોગિક ઉત્પાદનમાં 0.4 ટકાનો ઘટાડો થયો હતો. જાન્યુઆરી, 2021માં શાકભાજીના ભાવ ઘટવાને કારણે ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. આપને જણાવી દઈએ કે ડિસેમ્બર, 2020માં સીપીઆઇ આધારિત ફુગાવો 4.59 ટકા હતો. જ્યારે જાન્યુઆરી, 2020માં ફુગાવો 7.6 ટકા હતો. જાન્યુઆરી, 2021માં ખાદ્યાન્ન વસ્તુઓનો ફુગાવો 1.89 ટકા રહ્યો છે.

Share This Article