વેલેન્ટાઈન ડે સ્પેશિયલ : મમતા સોની-સૌરભ રાજ્યગુરુનું નવું ગીત “તારા લગનમાં” રિલીઝ

admin
1 Min Read

ગુજરાતી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી મમતા સોનીના જે ગીતની તેના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે “તારા લગ્નમાં” ગીત આખરે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ગીતને વેલેન્ટાઈન ડેના દિવસે યુ ટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યુ છે.

ગીતમાં અભિનેત્રી મમતા સોનીની સાથે સૌરભ રાજ્યગુરુ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત જીગ્નેશ દિક્ષીત, પ્રિયા સોની, સૌમ્યા અને વર્ષા મહેતા પણ સપોર્ટિંગ કલાકારોમાં નજરે પડી રહ્યા છે. ખાસ વાત એ છે કે ગીતમાં મમતા સોની સાથે નજરે પડનાર સૌરભ રાજ્યગુરુએ જ આ ગીતને પોતાનો અવાજ આપ્યો છે.

RDC  GUJARATI યુ ટ્યુબ ચેનલ પર આ ગીતને લોન્ચ કરવામાં આવ્યુ છે. જેમાં સંગીત આકાશ શાહે આપ્યુ છે. જ્યારે તેનું કોરિયોગ્રાફીંગ મેગી (અભિરાજસિંહ ઝાલા) દ્વારા કરવામાં આવ્યુ છે. તો આ ગીતનું પ્રોડક્શન રવિ સોલંકીએ કર્યુ છે. મમતા સોની અને સૌરભ રાજ્યગુરુના ચાહકો આ ગીતનું ટીઝર રીલીઝ થયા બાદ ગીતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આ ગીત આગામી સમયમાં યુટ્યુબ પર ધૂમ મચાવશે.

Share This Article