ભાજપની દશા કોંગ્રેસ જેવી, ભાઇ-ભત્રીજાને ટિકિટો આપતા ભાજપમાં રાજીનામાં પડ્યા

admin
2 Min Read

ગુજરાત રાજ્યની પાલિકા-પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ભાજપમાં ઉમેદવારોની પસંદગીમાં સગાવાદ આધારે ટિકિટોની વહેંચણી થઇ હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. અને ટિકિટો માટે થોપી બેસાડેલાં નિયમો માત્ર નામ પુરતાં જ રહ્યાં હતાં કેમકે, નેતાઓના ભાઇ,ભત્રીજા,ભાણિયા-સંતાનોને ટિકિટો આપી દેવાઇ છે જેથી બ્જાપે પોતાના જ નિયમોને નેવે મૂકી ધીધા છે. અને એમાય કેટલીય જિલ્લા પંચાયતોમાં અસંતોષના ડરથી ઉમેદવારોને ટેલિફોનથી જાણ કરીને ફોર્મ ભરવા સૂચના અપાઇ હતી. અને આ પરિસિૃથતીને પગલે ભાજપમાં કાર્યકરોએ ધડાધડ રાજીનામાં આપી ધીધા છે. જેના પગલે ટિકિટોને લઇને ભાજપની કોંગ્રેસ જેવી દશા થઇ છે. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આદર્શ ગામ ચિખલીમાં જ ભાજપમાં ભડકો થયો છે. આયાતી ઉમેદવારને લઇને અસંતોષ ભભૂકતાં ભાજપના 50 કાર્યકરો આપમાં જોડાયાં હતાં.

આ ઉપરાંત રાજકોટના લોધકામાં 200 ભાજપના સમર્થકોએ કોંગ્રેસનો ખેસ પહેરી લીધો હતો. જૂનાગઢમાં માળિયા હાટીનામાં ભાજપના મહામંત્રીએ રાજીનામુ ધરી દીધુ હતુ. પક્ષની રીતીનીતીથી નારાજ 200 કાર્યકરોએ સામૂહિક રાજીનામા ધરી દીધા હતાં. અને આ બધાય કાર્યકરોએ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. તો બીજી બાજુ દાહોદમાં ભાજપના કાર્યકરોએ રાજીનામા આપી બીટીપીમાં જોડાયા હતાં. આમ, પક્ષપલટાનો દોર શરૂ થયો હતો.

ત્યારે આ પક્ષપલટાના દોરમાં જૂનાગઢમાં માંગરોળમાં પણ ભાજપના 500 કાર્યકરોએ રાજીનામા ધરી પક્ષને અલવિદા કહી દીધુ હતું. માંગરોળમાં પૂર્વ ભાજપ પ્રમુખે સમર્થકો સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આણંદ શહેરમાં પણ ભાજપના ઉપપ્રમુખે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. વિસનગર અને પાલનપુરમાંય ભાજપના અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ખાસ કરીને આયાતી ઉમેદવારોને લઇને ભારે અસંતોષ ભભૂકી રહ્યો છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતનું પેટાચૂંટણીમાં ટિકિટ મળવાનુ સ્વપ્ન રોળાયુ હતું. પરિણામે મંગળ ગાવિતે પંચાયતની ચૂંટણીમાં ઝુકાવવુ પડયુ છે. મંગળ ગાવિતે કોસિંદા બેઠક પર ચૂંટણી લડવા ફોર્મ ભર્યુ છે. આમ,વિધાનસભાની ચૂંટણી લડનારાંએ હવે પંચાયતની ચૂંટઁણી લડવાનો વારો આવ્યો છે.

TAGGED:
Share This Article