LAC પર ચીને હેલીપેડ, ટેન્ટ્સ અને ઓબ્ઝર્વેશન પોઇન્ટ્સ કર્યા નષ્ટ

admin
1 Min Read

ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદની વચ્ચે ચીની સેનાએ ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા શરુ કરી દીધી છે. પીએલએના જવાનો પૈંગોંગ સરોવર વિસ્તારમાં પોતાના ટેન્ટ્સ હટાવીને પીછેહટ કરી રહ્યા છે. વિતેલા આઠ કલાકમાં ચીને આશરે 200 ટેન્ક પાછી બોલાવી હતી.

ચીનની પીપલ્સ લિબરેશન આર્મી તેના હેલીપેડ, ટેન્ટ્સ અને ઓબ્ઝર્વેશન પોઇન્ટ્સને નષ્ટ કરી રહી છે. ફિંગર 8થી આગળ વધીને ચીની સેનાએ જે કામચલાઉ નિર્માણ કર્યા હતા તે પણ તોડી રહી છે. ચીની સેના આશરે 10 મહિનાથી ભારત સામે તૈનાત હતી.

ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદમાં કહ્યું હતું કે, પૂર્વ લદાખમાં ભારત અને ચીન વચ્ચે ડિસએન્ગેજમેન્ટ મુદ્દે કરાર થયો છે. જે મુજબ ચીની સેના પૈંગોંગ લેકના ફિંગર 8ની પાછળ પોતાના જૂના સ્થાન પર પરત ફરશે અને ભારતની સેના પણ ફિંગર 3 પાસે પોતાની ધન સિંહ પોસ્ટ પર પરત ફરશે. સેના તરફથી જાહેર કરેલા એક વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, ચીની સેના ટેન્ટ્સ અને અન્ય સામગ્રી સાથે પરત ફરી રહી છે.

Share This Article